અમદાવાદ : ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાના MLA ગેની ઠાકોર દ્વારા ઉત્તર ગુજરાતના કુખ્યાત બુટલેગરને ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી. તેમાંથી મોટી સંખ્યામાં દારૂની પેટીઓ મળી આવી હતી.
બુટલેગરને પોલીસ સ્પોર્ટ કરી રહી છે : યુથ કોંગ્રેસ આ પણ વાંચો :વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે જનતા રેડ કરી દારૂના વેપલાનો કર્યો પર્દાફાશ
પોલીસ બુટલેગરને પકડવાનો બદલે કાર્યકર્તાની ધરપકડ કરી
યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Region President of the Youth Congress) વિશ્વનાથસિંહ વાઘેલા જણાવ્યું હતું કે પોલીસે બુટલેગરને છાવરતી હોય તે પ્રમાણે બુટલેગરને ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી. જે વિધાનસભાના ઉપપ્રમુખની પ્રધાનજી ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકર્તા બાલાજી ઠાકોર પર કલમ 395 નોંધી ધાડ જેવા ગુના નોંધાયા છે. જે સ્પષ્ટ છે પોલીસ જનતાની સાથે નહીં પર બુટલેગરો (Police Porting Bootleggers in State) સાથે છે. તેવો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો :Gujarat Assembly 2022 : ભાજપના સભ્યો દારૂ અને દેહવિક્રયનો ધંધો ચલાવે છે : ગેની ઠાકોર
રાજસ્થાન, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ -યુથ કોંગ્રેસ દ્વારા જો કેસ પરત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જે રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ (Alcohol Ban in Gujarat) નથી ત્યાંથી ગુજરાતમાં આવે છે. તેવી ગુજરાતની વિવિધ સરહદ પર યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે.