- અમદાવાદ રેલવે મંડળ પર ટિકિટ ચેકિંગની નોંધપાત્ર કામગીરી
- નવેમ્બર 2021માં 3.19 કરોડની આવક મેળવી
- અગાઉ દિવાળી પર 1.8 કરોડનો દંડ વસુલાયો હતો
અમદાવાદ:રેલવેપ્રવક્તા જે.કે.જયંતે(Rail Spokesperson JK Jayant) માહિતી આપતા જણાવ્યું કે,રેલવે મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ટિકિટ વગર, અનિયમિત ટિકિટ ધારક અને અનઅધિકૃત વેચાણકર્તાઓના 48,281 કેસમાંથી કુલ રૂ.3.19 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર (Diwali Festival) દરમિયાન અનિયમિત ટિકિટ ધારકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. જેના પરિણામે, કોમર્શિયલ વિભાગના અધિકારીઓની (Commercial Department Officer) દેખરેખ હેઠળ મંડળના વિવિધ સ્થળોએ ખાસ ટિકિટ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:Beware of Omicron: ઓમિક્રોનના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ