ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની તૈયારીઓનો આખરી ઓપ - નરેન્દ્ર મોદી

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે રોડ રસ્તા 10 દિવસ અગાઉ તૂટેલી હાલતમાં હતા તે રોડ રસ્તાઓ આજે પુરી રીતે તૈયાર થઈ ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે જે કામ વર્ષોથી બાકી હતું તે માત્ર 2 મહિનામાં જ પૂર્ણ થયું છે.

મોટેરા સ્ટેડિયમની તૈયારીઓનો આખરી ઓપ
મોટેરા સ્ટેડિયમની તૈયારીઓનો આખરી ઓપ

By

Published : Feb 13, 2020, 2:53 PM IST

અમદાવાદ : મોટેરા સ્ટેડયમની આસપાસના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને તૈયારીઓ જોરશોરમાં કરવામાં આવી રહી છે. તમામ રોડ રસ્તા નવા બનાવવામાં આવ્યા છે. જે રસ્તાનું સમારકામ બાકી છે તે પુરજોશમાં બનાવવામાં આવી રહ્યા છે. આગામી 7 દિવસમાં તમામ કામ પૂરું થઈ જાય તેવી પણ શકયતા છે.

મોટેરા સ્ટેડિયમની તૈયારીઓનો આખરી ઓપ
સ્ટેડિયમની અંદર પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરોને પણ 24 કલાક કામગીરી કરીને શક્ય તેટલું જલ્દી સ્ટેડિયમ તૈયાર કરવાની સૂચના આપવામાં.આવી રહી છે. સ્ટેડિયમમાં VIP લોન્જ તૈયાર થઈ ચૂકી છે જ્યારે અન્ય કામ બાકી છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે.સલામતી માટે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ATS, S. O. G અને બહારની એજન્સીઓ દ્વારા સ્ટેડિયમનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમની રોજે રોજ સમીક્ષા કરવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્ટેડિયમ સુધીના રુટ પર પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમની અંદર અને બહાર 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details