ગુજરાત

gujarat

દુષ્કર્મ કેસમાં મહિલા આરોપીઓને સ્પે.પોકસો કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકી

ઓઢવના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં માનસિક રોગથી પીડાતી યુવતી સાથે બે યુવતીઓ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં સ્પેશ્યલ પોકસો કોર્ટે ગુનાના આક્ષેપોમાંથી શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાવાનો આદેશ કર્યો છે.

By

Published : Jan 29, 2020, 2:39 AM IST

Published : Jan 29, 2020, 2:39 AM IST

a
દુષ્કર્મ કેસમાં મહિલા આરોપીઓને સ્પે.પોકસો કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકી

અમદાવાદઃ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ઓઢવ ચિલ્ડ્રન હોમમાં માનસિક રોગથી પીડાતી યુવતી સાથે બે મહિલાઓ કરેલા જાતીય સતામણીનો કેસ ચાલ્યો હતો. જેમાં બંને મહિલા આરોપી અસ્મિતા ભટ્ટ અને રસીલા રાઠોડના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, આ સમગ્ર બનાવ નજરે જોનાર કોઇ સાક્ષી નથી. પીડિત યુવતીના નિવેદનમાં બંને આરોપી યુવતીઓના નામ જણાવવામાં આવ્યા નથી. ભોગ બનનાર યુવતીનું જન્મનું પ્રમાણપત્ર રજૂ કરાયું નથી અને ઓસીફિકેશન ટેસ્ટ મુજબ તે 18 વર્ષથી વધુ વયની હોવાની પણ શકયતા સામે આવી છે...

મહિલા આરોપીઓના વકીલ તરફ વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, ભોગ બનનાર યુવતીની ઉંમર પ્રોસીક્યુશન પુરવાર કરી શક્યું નથી. જેથી બનાવ સમયે ભોગ બનનારની ઉંમર કેટલી હતી તે નક્કી થતું નથી. પીડિત યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં પણ બંને મહિલા આરોપીઓના નામ લીધા નથી. જેથી બંને મહિલા આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવે.

આ કેસમાં કેટલાક સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, પીડિત યુવતી સ્કીઝોફેનિક રોગથી પીડાય છે. જેમાં તે રોગ વધે ત્યારે પોતાના કપડાં કાઢી નાખી અને ખાવા-પીવાનું તેમજ બીજી કોઈ બાબતનું ભાન ભાન રહેતું નથી અને સારવાર માટે દિલ્હી દરવાજા ખાતે આવેલી મનોચિકિત્સક હોસ્પિટલ લઈ જવી પડે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 22 જૂન 2017ના રોજ ઓઢવના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં બંને મહિલા આરોપીઓ દ્વારા માનસિક રોગથી પીડાતી યુવતી સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details