અમદાવાદ: વરસાદ આવતા જ અનેક જૂના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન છે, પણ નવા બનેલા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ હેરાન જોવા મળી રહ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફાયબરનો ડોમ ઊભા કરી PIની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે.
અમદાવાદમાં રસ્તાઓ પર તો ઘણા ભુવા પડ્યા, પરંતુ હવે શહેરના પોલીસ સ્ટેશનમાં પણ ભુવા - gujarat police
અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન જતા ચેતજો હો. એરપોર્ટ પોલીસ સ્ટેશનની ઓફિસમાં ભૂવો પડ્યો છે. મહત્વનું છે કે ફાયબરનું પોલીસ સ્ટેશન બનાવ્યું હતું.
જેમાં એક ડોમમાં ખાડો પડી જતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. સરદારનગર, કુબેરનગર, છારાનગર વિસ્તાર પહેલા સરદારનગર પોલીસ સ્ટેશનમાં આવતો હતો, પરંતુ એરપોર્ટ પર વિદેશીઓ આવતા તે લોકોને પોલીસનો સંપર્ક સાધવો હોય તો મુશ્કેલી પડતી હતી. જેથી એરપોર્ટ કેમ્પસમાં જ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જેમાં અમુક ભાગ કોન્ક્રિટનો છે, જ્યારે અમુક ભાગ ફાયબરના ડોમનો બનાવેલો છે. ખાસ PIની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન રૂમ ફાયબરના ડોમમાં ઊભા કર્યા છે, ત્યારે હવે આ જ ઓફિસમાં ખાડો પડતા પોલીસકર્મીઓ હેરાન થઈ ગયા છે.