- કોંગ્રેસ સમિતિએ નવા કૃષિ કાયદાને રદ કરવા આવેદનપત્ર આપ્યું
- કોંગ્રેસ ધારાસભ્ય નૈસાદ સોલંકી પણ ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા
- પાટડી શહેર કોંગ્રેસના મહામંત્રી વિક્રમભાઈ ખેડૂતોના સપોર્ટમાં હુંકાર લગાવી હતી
- મોદી સરકારે અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી દીધાઃ કોંગ્રેસ
પાટડીઃ પાટડી શહેર કોંગ્રેસ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી રદ કરવા માગ કરાઈ છે. દસાડાના ધારાસભ્ય નૈસાદ સોલંકીના અધ્યક્ષસ્થાને પાટડી મામલતદારને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરો. મોદી સરકારે 3 કાળા કાયદા અને દેશના 62 કરોડ અન્ન દાતાઓને મુઠ્ઠીભર મૂડી પતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે.