ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની ચેઇન બ્રેક કરવા જુના માધોપુરા બજાર બે દિવસ બંધ રખાશે - Madhopura bajar

અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસને કારણે હવેથી જુદા-જુદા વેપારી મંડળોએ જ સ્વેચ્છાએ અલગ-અલગ દિવસોએ બંધ રાખવાનું આયોજન શરૂ કર્યું છે. કોટ વિસ્તારમાં આવેલા જુના માધોપુરા બજાર પણ આગામી શનિવાર અને રવિવાર માટે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોનાની ચેઇન બ્રેક કરવાનો છે.

જુના માધોપુરા બજાર બે દિવસ બંધ
જુના માધોપુરા બજાર બે દિવસ બંધ

By

Published : Apr 17, 2021, 2:24 PM IST

  • કોરોનાની ચેઇન બ્રેક કરવા માધોપુરા બજાર બંધ
  • વેપારીઓએ શનિવાર અને રવિવારે બજાર બંધ રાખવાનો કર્યો નિર્ણય
  • બજારમાં 400-500 દુકાનો બંધ રહેશે

અમદાવાદ :શહેરમાં કોટ વિસ્તારમાં આવેલા માધોપુરા બજારનું વિશેષ મહત્વ છે. અહીં હોલસેલ ભાવે તમામ ઘર વપરાશની વસ્તુઓ કરિયાણું સસ્તા ભાવે મળી રહે છે. કાયમ ભીડ સાથે ધમધમતું બજાર શનિવારે અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં 400-500 જેટલી દુકાનો છે. હંમેશ દિવસ-રાત અહીં લોકો ખરીદી માટે આવતા હોય છે.

જુના માધોપુરા બજાર બે દિવસ બંધ

આ પણ વાંચો : સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ

ગત શનિ-રવિ નવા માધોપુરા બજાર બંધ હતું


ગત શનિવારે અને રવિવારે નવા માધોપુરા બજાર પણ બંધ રહ્યું હતું. આ બજાર વિશેષ મરી-મસાલા માટે જાણીતું છે. આ ઉપરાંત અગાઉ સાયન્સ સિટી વિસ્તારના વેપારીઓ, માણેકચોકના વેપારીઓ અને અન્ય વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી કોરોના સામે લડવા સહાયક બન્યા હતા.

આ પણ વાંચો : ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં બજારોમાં સજ્જડ બંધ

ABOUT THE AUTHOR

...view details