અમદાવાદ પાસેના ધોલેરા દરજી શેરીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી વીરબહાદુર સોનાર ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરે છે. પરિવારમાં પત્ની અને 2.5 વર્ષનો પુત્ર હતો. પત્ની શાંતાબેને પતિને નેપાળ વતનમાં જવાની વાત કરી હતી.
અમદાવાદમાં માતાએ જ પુત્રનું ગળું કાપી હત્યા કરી પોતે કર્યો આપઘાત - આપઘાત
અમદાવાદ: ધોલેરા હાઇવે પર ચાઇનીઝ ફાસ્ટ ફૂડનો ધંધો કરતા નેપાળી પત્નીએ મોડી રાત્રે 2.5 વર્ષનાં બાળકનું ગળું કાપી હત્યા કરી હતી. બાળકની હત્યા કર્યા બાદ માતાએ પણ પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આપઘાત અને હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
suicide
અગમ્ય કારણોસર શાંતાબેને શુક્રવારે ઘરે કોઈ હાજર ન હોવાથી 2.5 વર્ષના પુત્ર લક્ષમણનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ મામલે આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી.