- કોરોનાની ચેઈન તોડવા વેપારીઓ દ્વારા 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ વાગ્યા પછી બજાર બંધ
- શનિ-રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાય દુકાનો બંધ
- વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને લોકોએ આવકાર્યું
અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા સ્થાનિક વેપારીઓ દ્વારા 30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા પછી બજારો બંધ રાખવામાં આવશે. તેમજ શનિવાર-રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાય બે દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃજામનગરના ઔદ્યોગિક વસાહતોમાં ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય
શનિ-રવિ બજારો બંધ રહેશે
વિરમગામમાં વેપારી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. 30 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા પછી બજારો બંધ રહેશે. શનિવારે-રવિવારે આવશ્યક ચીજવસ્તુ સિવાયની વિરમગામમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. કોરોનાની ચેઈન તોડવા લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે.