ગુજરાત

gujarat

એલિસ બ્રિજનું મહાલક્ષ્મી મંદિર ફરી કન્ટેન્ટ ઝોનમાં મૂકાયું

અમદાવાદ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા બાદ કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં કુલ 368 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે.

By

Published : Sep 9, 2020, 3:04 PM IST

Published : Sep 9, 2020, 3:04 PM IST

એલિસ બ્રિજનું મહાલક્ષ્મી મંદિર ફરી કન્ટેન્ટ ઝોનમાં મુકાયું
એલિસ બ્રિજનું મહાલક્ષ્મી મંદિર ફરી કન્ટેન્ટ ઝોનમાં મુકાયું

અમદાવાદઃ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરમાં હવે કુલ 368 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. સોમવારના 380 વિસ્તારમાંથી બુધવારના રોજ 32 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 20 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 20 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 4, નોર્થ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 6, નોર્થ વેસ્ટ ઝોનના 2, વેસ્ટ ઝોનના 1, સેન્ટ્રલ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.

જેમાં કાલુપુરમાં આવેલી લક્ષ્મીનારાયણની પોળમાં રહેતા 150 પરિવારોના 750 જેટલા લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત વટવાની રણદિપ અને રાધાવલ્લભ સોસાયટીમાં રહેતા 281 પરિવારોના 1,152 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

જેમાં એલિસ બ્રિજ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરના પૂજારી સહિત 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી એક વખત મંદિરને કન્ટેન્ટ કરી દેવાયું છે. 10 પૈકી 80 વર્ષીય મુખ્ય પૂજારી સહિત પરિવારના ત્રણ સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્યને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details