- ક્રાઇમ બ્રાન્ચે જવેલર્સ શો રૂમમાં ચોરી કરતી ગેંગ ઝડપી
- એક જ પરિવારના સભ્યો ગેંગ બનાવી ચોરી કરતા
- સીસીટીવી ના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ
- દુકાનદારની નજર ચૂકવીને આરોપીઓ ચોરીને અંજામ આપતા
અમદાવાદ: શહેરમાં સોનીની દુકાનમાં ખરીદીના બહાને જઈ દુકાનદારની નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં આ ગેંગની ચાર મહિલા તથા એક પુરુષની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના તથા રીક્ષા મળી કુલ 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રામોલમાં એક જ દિવસમાં બે દુકાનમાં ચોરી ઘટનામાં 31મી જુલાઈએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોનીની બે દુકાનોમાં ખરીદીના બહાને આવેલી મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવીને દાગીનાની ચોરી કરી હતી. એક જ દિવસમાં નજીકના સમયમાં ચોરીનો બનાવ બનતા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:સુરત : માવો ખવડાવવા જતા વેપારીનું એક્ટિવા ચોરાયું, ડીકીમાં 30 લાખના હીરા હતા
ચોરી કરનારી મહિલા એક જ હોવાનું સામે આવ્યું