ગાંધીનગર : ગુજરાત ચેપ્ટરના ઇન્ડિયન એરફોર્સના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં છેલ્લાં 41 દિવસથી કોરોના વોરિયર્સ પોતાની ફરજ બજાવી રહ્યાં છે અને ગુજરાતને કોરોનામુક્ત થાય તે દિશા તરફ પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે કોરોના વોરિયર્સનો જુસ્સો હજુ પણ વધે તેને ધ્યાનમાં લઈને ઇન્ડિયન એર ફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી અમદાવાદ અને ગાંધીનગરમાં પુષ્પવર્ષા કરવામાં આવશે.
ઇન્ડિયન એરફોર્સ 3 મેએ અમદાવાદ ગાંધીનગરના કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા કરશે - ભારતીય સેના
દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું છે. આ સમયમાં કોરોનાથી બચવા અને લોકોને બચાવવા માટે મેડિકલ અને પોલીસની ટીમ છેલ્લાં 41 દિવસથી ખડેપગે છે. ત્યારે ઇન્ડિયન એરફોર્સ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા કરશે.
ઇન્ડિયન એરફોર્સ 3 મેએ અમદાવાદ ગાંધીનગરના કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા કરશે
ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગર ખાતે ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું. જેને લઇને ગાંધીનગરના રહીશોએ ધાબા ઉપર જઈને ઇન્ડિયન એર ફોર્સનેે પણ વધાવી હતી ત્યારે હવે સોમવારે ગાંધીનગર અને અમદાવાદ ખાતે કોરોના વોરિયર્સ એટલે કે પોલીસ પેરામેડિકલ સ્ટાફને હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કરવામાં આવશે.