ચૈત્ર માસમાં ફૂલોના ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ભાવિક ભક્તો દ્વારા માતાજીની આખા વર્ષ દરમિયાન કોઈ માનતા માની હોય તેના માટે ફૂલનો ગરબો રાખવામાં આવે છે. ભાવિક ભક્તો દ્વારા માતાજીના ફુલનો ગરબો માથે લઇ વચ્ચે માટલીમાં દીવડો મૂકી અને ગરબે ઘુમતા હોય છે.
ગુજરાતમાં ચૈત્ર મહિનામાં માતાજીના ફૂલોના ગરબાનું અનેરુ મહત્વ - ahd
અમદાવાદઃ ભારત એટલે સંસ્કૃતિ અને ધર્મનો દેશ,અને તેમાંય જ્યારે ગુજરાતની વાત હોય ત્યારે તેને લોકસાહિત્ય અને ધર્મપ્રિય પ્રજાનું વિશેષ મહત્વ હોય છે. તેમા પણ ચૈત્ર માસમાં માતાજીના ફૂલોના ગરબાનું વિશેષ મહત્વ હોય છે.
સ્પોટ ફોટો
ફુલનો ગરબો ચૈત્ર માસ અને આસો અને કારતક માસ દરમિયાન લેવામાં આવતો હોય છે. આ ફુલનો ગરબો વાસ તેમજ કલરફુલ રીબીન અને અન્ય સુશોભિત વસ્તુઓથી શણગારવામાં આવે છે. જેમાં પ્લાસ્ટિકના ફૂલોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ફૂલોનો ગરબો ભાવિક ભક્તો સ્પેશિયલ ઓર્ડર આપી અને બનાવડાવામાં આવતો હોય છે.