હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ અનંત દવે અરજદારને કહ્યું કે, તમે અગાઉ પણ જે દંડ ફટકારવામાં આવ્યો છે, તે ભર્યો નથી. ગત સપ્તાહ દરમિયાન અરજદાર ગીરીશ દાસે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરતા આક્ષેપ કર્યો હતો કે, કેસના અયોગ્ય મેનેજમેન્ટને લીધે વકીલો અને અન્ય પોલીસ કર્મીઓનો મોડી રાત સુધી કોર્ટમાં રોકાવવું પડે છે. એટલું જ નહીં હાઈકોર્ટમાં લાંબાગાળા સુધી રાહ જોવી પડતી હોવાથી અરજદારોને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે.
ગેરવહીવટને લીધે વકીલોને કલાકો સુધી કોર્ટમાં રહેવાની અરજી હાઈકોર્ટે ફગાવી - ahmedabad
અમદાવાદઃ હાઈકોર્ટમાં અમુક જજની કોર્ટમાં ન્યાય મેળવવામાં વિલંબ થતો હોવાની જાહેરહિતની અરજી વકીલ ગીરીશ દાસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જો કે, ગુરૂવારના રોજ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે આ મુદ્દે અરજદારને પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ જજે અરજદારને 10 હજાર રૂપિયાનો દંડ ભરી કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
અરજદારનો આક્ષેપ છે કે, ક્રિમિનલ કોર્ટમાં હજારો કેસ લિસ્ટ થાય છે. જેમાં FIRની નોંધણી અને રદ કરવાની માંગ હોય છે. કોર્ટ પર કેસના ભારણને લીધે વકીલોને અને પોલીસ અધિકારીઓને રાત્રે 8.30 વાગ્યે સુધી રોકાવું પડે છે. જ્યારે કોર્ટનો સમય 11થી 5નો છે.
લાંબા કલાકો સુધી કોર્ટમાં હાજર રહેવા મુદે વાતચીત કરતા વકીલ ગીરીશ દાસે જણાવ્યું કે વકીલોને લાંબા કલાકો સુધી હાજર રહેવું પડે છે. જે અનુચ્છેદ 23ના ટ્રાફિક પ્રોહિબિશન એન્ડ ફોર્સ લેબર સમાન છે. કેસનું મેનેજમેન્ટ આવી રીતે હોવું જોઈએ કે જેથી વકીલોને મોડી રાત સુધી રોકવું ન પડે. સીઆરપીસીની કલમ 482 મુજબ સુનવણી કરતી સિંગલ બેન્ચની કોર્ટ સમક્ષ મંગલવારે 1140 કેસ મૂકવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.