ચૂંટણી પંચે હાઈકોર્ટ સમક્ષ માહિતી રજૂ કરતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 6.96 લાખ જેટલા નવા મતદારો જોડાયા છે. જે પૈકી 3.35 પુરૂષ જ્યારે 3.60 લાખ મહિલા મતદાર નોંધવામાં આવ્યા છે. જેમાં154 જેટલા લોકો ટ્રાન્સઝેન્ડર સમુદાય સાથે સંકળાયેલા છે. લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 3.16 લાખ મતદારોના નામ કમી કર્યા છે. જેમાં 1.63 લાખ પુરૂષ અને 1.53 લાખ મહિલા મતદારો સામેલ છે.
મતદાર યાદીમાંથી નામ ગુમ થવા મુદ્દે હાઈકોર્ટે ચૂંટણીપંચના જવાબને માન્ય રાખી કેસનો કર્યો નિકાલ
અમદાવાદ : શહેરમાં સવા લાખ જેટલા લોકોના વોટર કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાંથી નામ ગાયબ થવા મામલે હાઇકોર્ટમાં ચૂંટણી પંચે રજૂ કરેલા જવાબને માન્ય રાખતા સોમવારે કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે. જેમાં ચૂંટણી પંચે જવાબમાં જણાવ્યું હતું કે, ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ તેમાં ફેરફાર થઈ શકે નહીં. નિયમો પ્રમાણે નામ કમી કરવામાં આવ્યા હોવાના ચૂંટણી પંચના દાવાને માન્ય રાખતા હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો હતો.
ફાઈલ ફોટો
અરજદાર દ્વારા જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, લોકો નોંધણી કરાવવા છતાં પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવતા નથી. કેટલાક લોકોના નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ચૂંટણીપંચ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અંગે ટિપ્પણી કરવા સમયની માંગ કરતા આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.