ગુજરાત

gujarat

By

Published : Feb 12, 2020, 7:41 PM IST

ETV Bharat / state

લોકરક્ષક ભરતી: સરકાર આવતીકાલે નવું પરિપત્ર બહાર પાડશે

વર્ષ 2018માં પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બિન અનામત વર્ગની મહિલાઓનું મેરીટ લિસ્ટ જાહેર કર્યા વગર તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા અંગે સરકાર દ્વારા રજૂ કરાયેલા પરિપત્રને SC, ST અને OBC વર્ગની મહિલાઓ દ્વારા પડકારતી અરજી મુદ્દે બુધવારે હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આવતીકાલે સરકાર દ્વારા નવો પરિપત્ર મુકાશે તેવી જાહેરાત કરી હતી.

લોકરક્ષક ભરતી : સરકાર આવતીકાલે નવું પરિપત્ર બહાર પાડશે
લોકરક્ષક ભરતી : સરકાર આવતીકાલે નવું પરિપત્ર બહાર પાડશે

અમદાવાદ: હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, સરકાર આ અંગે આવતીકાલે નવો પરિપત્ર બહાર પાડશે. અરજદારની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે એવી આશા વ્યક્ત કરી હતી. આ મુદ્દે વધુ સુનાવણી 17મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. અરજદાર તરફે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા OBC, SC અને STના કટ-ઓફ માર્ક્સ વેબસાઇટ પર જારી કર્યા હતા, પરંતુ જનરલ કેટેગરી મહિલાઓની યાદી રજૂ કરવામાં આવી નથી. અરજદાર સહિત 159 મહિલા અરજદારો દ્વારા પસંદગી યાદીમાં નામ હોવા છતાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા નથી તેવા આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

લોકરક્ષક ભરતી : સરકાર આવતીકાલે નવું પરિપત્ર બહાર પાડશે
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 15મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલના પદ માટે ભરતીની જાહેરાત કરાઇ હતી. જેને થોડા સમય બાદ સુધારા પછી પદની સંખ્યા વધારીને 9173 કરી દેવાઈ હતી. ભરતીના પરિણામ બાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર જે પરિપત્ર રજૂ કરવામાં આવ્યું હતો તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.વર્ષ 2018ની પોલીસ લોકરક્ષક ભરતીમાં રજૂ કરાયેલા પરિપત્રને પડકારતી નવી અરજી હાઈકોર્ટમાં દાખલ કરાઇ છે. 254 જેટલી મહિલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details