- દિપક CTM ખાતે ફાયનાન્સનો ધંધો કરે
- નકલી પોલીસે અડધી રાત્રે ધાબે સૂતા સગીરનું અપહરણ કર્યું
- પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ :શહેરના રામોલ વિસ્તારમાં રહેતા સરોજ તિવારીને સંતાનમાં 22 વર્ષીય દિપક, દીકરી અને 15 વર્ષનો સંદિપ નામના ત્રણ બાળકો છે. મોટો દીકરો દિપક CTM ખાતે ફાયનાન્સનો ધંધો કરે છે. ચારેક દિવસ પહેલા તેને આકાશ નામના છોકરા સાથે ઝગડો થયો હતો ત્યારનો તે ઘરે આવ્યો ન હતો. રાત્રે સરોજ તેમના દીકરા સંદિપ અને દીકરી સહિતના લોકો ગરમીના કારણે ધાબે સૂતા હતા.
આ પણ વાંચો : વલસાડના ભાગોદ ગામે નકલી પોલીસ બની માસ્ક બાબતે ઉઘરાણું કરતા બે યુવકો ઝડપાયા
પોલીસની ઓળખ આપનાર પાસેથી આઈકાર્ડ માગતા આઈકાર્ડ ન હોવાનું જણાવ્યું
રાત્રે સાડા ત્રણેક વાગ્યે એક ઇકો કાર ઘર પાસે આવી હતી. તેમાં આવેલા કેટલાક શખ્શો સીધા ધાબે ચઢી ગયા હતા અને સંદીપને જગાડી કહ્યું કે, દીપકે બાબાને માર માર્યો છે. અમે પોલીસસ્ટેશનથી આવીએ છીએ ઉપરથી સાહેબે કીધું છે. પરિવારમાંથી કોઈને બોલાવી લાવો. જેથી સરોજની દીકરીએ આ પોલીસની ઓળખ આપનાર પાસેથી આઈકાર્ડ માગતા આઈકાર્ડ ન હોવાનું શખ્સોએ જણાવ્યું હતું. તેઓે સંદીપને ઉઠાવી ઇકો કારમાં લઈ ગયા હતા.
આ પણ વાંચો : વાપી: નકલી પોલીસ બની 2 ગઠિયા વૃદ્ધાનાં સોનાનાં દાગીના લઈ ફરાર
નકલી પોલીસ સગીરનું અપહરણ કરી લઈ ગઈ હોવાનું સામે આવ્યું
સરોજેે આસપાસના લોકોની મદદથી તપાસ કરી પણ કોઈ પત્તો લાગ્યો નહિ. જેથી પોલીસસ્ટેશન જઈને તપાસ કરતા કોઈને ન લાવ્યા હોવાનું જણાતા નકલી પોલીસ સગીરનું અપહરણ કરી લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારપછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને અભિમન્યુ બોલું છું કહીને હું અને પ્રમોદ યાદવ તારા ભાઈને લઈ ગયા છે. તેવું આ ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું. દિપક આવી જશે તો સંદિપને મુક્ત કરી દઈશું. તેવું કહેતા સરોજે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેવામાં સવારે છએક વાગ્યે સંદિપ આવી ગયો હતો. તેની આંખે પટ્ટી બાંધી, હાથે રૂમાલ બાંધી શખશો તેનું અપહરણ કરી ગયા હતા. તેને અલગ-અલગ જગ્યાઓ પર ફેરવ્યો હોવાનું જણાવતા રામોલ પોલીસે ગુનો નોંધીને પોલીસની ઓળખ આપનાર એક શખ્શની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.