ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કાળમાં સેવા આપનાર ડૉકટર્સ ખરા અર્થમાં પૃથ્વી પર ભગવાન સ્વરૂપ: HC - અમદાવાદ ન્યૂઝ

કોરોના મહામારી દરમિયાન ડૉક્ટર્સ દ્વારા જે ખરા અર્થમાં સેવા આપવામાં આવી છે તેને ગુજરાત હાઈકોર્ટે બિરદાવતા કહ્યું છે કે, ડૉક્ટર્સ ખરા અર્થમાં ભગવાનનું સ્વરૂપ છે અને તેમની સામે થતા હુમલા કોઈપણ રીતે ચલાવી લેવાશે નહીં.

Gujarat High Court
Gujarat High Court

By

Published : Aug 5, 2020, 4:49 PM IST

અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન ડૉક્ટર્સ દ્વારા કોરોના વોરિયર બનીને જે સેવા આપવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસાને લાયક છે. ડૉક્ટર્સ અને હેલ્થ સ્ટાફની ટીમ જો સાચા અર્થમાં કાર્યરત ન હોત તો આપણે અમદાવાદમાં કોરોના પર કેટલીક હદ સુધી કાબૂ મેળવી શક્યા ન હોત. કોરોના મહામારીમાં જ્યારે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ તેની સામે લડી સમાજની મદદ કરી છે.

કોરોના કાળમાં સેવા આપનાર ડૉકટર્સ ખરા અર્થમાં પૃથ્વી પર ભગવાન સ્વરૂપ, હાઇકોર્ટનું નિવેદન
હાઈકોર્ટે નોંધ્યું કે, ડૉક્ટર્સ પૃથ્વી પર ભગવાન સમાન છે અને તેમના પર થતા હુમલા કે ગુના કોઈપણ રીતે ચલાવી લેવાય નહીં અને જે લોકો આવા કૃત્ય કરે છે તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ. કોરોના મહામારીને ગુજરાતમાં અટકાવવા માટે મેડિકલ ટીમ દ્વારા પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. હાઈકોર્ટે કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા ડૉક્ટર્સ વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું. એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતાં 50 જેટલા જુનિયર ડોકટરોએ દરમિયાન કરેલી સેવાથી હાઈકોર્ટે તેમના વખાણ કર્યા હતા

ડૉક્ટર કે મેડિકલ સ્ટાફ પર હુમલા કરનાર લોકો વિશે ટિપ્પણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે, ડૉક્ટર્સ પોતાના જીવને જોખમમાં મૂકીને બીજાના જીવને નવજીવન આપે છે ત્યારે ભૂલવું ન જોઈએ ડોક્ટર પણ કોઈના પુત્ર, પતિ, પત્ની કે સંતાન હોય છે. હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ પ્રોફેશન ખૂબ જ દયાળું હોય છે તેવું સાંભળ્યું હતું તે આજે જોઈ લીધું છે.

ABOUT THE AUTHOR

...view details