પ્રથમ કિસ્સો : ટ્રેડમાર્ક દૂર ન કરતા કોર્ટે આરોપીઓને 1 મહિનાની જેલની સજા ફટકારી - ગ્રામ્ય કોર્ટ
જિલ્લામાં આવેલા જીમના ટ્રેડમાર્કને ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાના કેસમાં શનિવારે અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટે બે આરોપીઓને એક મહિનાની જેલની સજા ફટકારી છે. ટ્રેડમાર્ક કેસમાં જેલની સજા ફટકારવામાં આવી હોવાનો આ પહેલો કિસ્સો બન્યો છે. અગાઉ કોર્ટે બંને આરોપીઓને ટ્રેડમાર્ક કાઢી નાખવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં કોર્ટના આદેશનું પાલન ન કરતા આરોપીઓને એક મહિનાની જેલની સજા કરવામાં આવી છે.
અમદાવાદ : જીમના મૂળ માલિક દ્વારા રજિસ્ટર્ડ કરાયેલા I-Gymholicનું ઉપયોગ પાર્ટનરશીપ બાદ અલગ થયેલા લોકો દ્વારા કરાતા મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી. અરજદાર ઈશાન કુરેશી 2013થી જીમ ચલાવતા હતા અને ફિટનેસને લગતી તમામ ટ્રેનિંગ આપતા હતા. જ્યાં તેમની સાથે પાર્ટનરશીપમાં આવેલા બે વ્યક્તિ આલમ પઠાણ અને મોહિત સૈયદ રજીસ્ટર્ડ થયેલા ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. કોર્ટે અગાઉ બંને આરોપીઓને ટ્રેડમાર્ક કાઢી નાખવાનો આદેશ કર્યો હતો. જોકે તેમના કરતા કોર્ટે બંનેને જેલની સજા ફટકારી છે.