આ મામલે અરજદારના વકીલ એચ.એસ. કંસારાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, અરજદાર ફક્ત દલાલીનું કામકાજ કરે છે. તેમની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો નથી. અરજદારના પરિવારના સભ્યો દ્વારા ફરિયાદીને શરાફી રીતે નાણાં ઉછીના આપેલ છે. તે રકમ આપવી ન પડે તે માટે ખોટી ફરિયાદ કરી તને ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદાર પર કુટુંબની જવાબદારી હોવાથી તેમને જામીન પર મુક્ત કરવાની માંગ કરી હતી.
કાલુપુર 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા - AHD
અમદાવાદ: વર્ષ 2018માં કાલુપુર માર્કેટ વિસ્તારમાં વેપારી સાથે 9 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સોમવારે સેશન્સ કોર્ટના જજ વી.જે કાલોતરાએ આરોપી પંકજ અગ્રવાલના જામીન ફગાવ્યા હોવાની વિગતો સામે આવી છે.
સરકાર વતી સુધીર બ્રહ્મભટ્ટ દલીલ કરી હતી કે, અગાઉ પણ કોર્ટે આરોપી અને સહ આરોપીઓના જામીન ફગાવવામાં આવ્યા હતા. અરજદાર અને અન્ય આરોપીઓએ સાથે મળીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં આરોપી અરજદાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. વટવા પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધ અને ગુના પણ નોંધાયેલા છે. આરોપી વિરૂદ્ધ અનેક દસ્તાવેજી પુરાવા અને વિગતો હોવાથી તેને જામીન ન આપવા સરકાર પક્ષે રજૂઆત કરી હતી.
આ સમગ્ર ઘટના એવી છે કે 23મી ડિસેમ્બર 2018ના રોજ અરજદારના વિશ્વાસને ધ્યાનમાં રાખીને ફરિયાદી લક્ષ્મીચંદ રામચંદાણીએ રતન કુમાર પટેલ અને અન્ય પાંચ આરોપીઓને નવ કરોડ રૂપિયાનો કાપડનો માલ આપ્યો હતો જોકે તેની ચૂકવણી ન થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.