ગુજરાત

gujarat

ETV Bharat / state

54 ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા

અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ગુરુવારે ગુજરાત ATSએ 54 ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરેલા છ આરોપીઓ પૈકી બે આરોપી ઇમરાન ખાન અને મુસ્તાક બ્લોચના જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jul 9, 2020, 2:45 PM IST

અમદાવાદ: ગુજરાત ATSએ 54 ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરેલા છ આરોપીઓ પૈકી બે આરોપી ઇમરાન ખાન અને મુસ્તાક બ્લોચના ગુરુવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.

કોર્ટે ATS દ્વારા રજૂ કરાયેલા 6 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓના 2 દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી માટે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ATS દ્વારા તમામ આરોપીઓ માટે 10 દિવસના રિમાંડની માગ કરવામાં આવી હતી.

ગુજરાત ATSએ 9 આરોપીઓ પાસેથી 54 હથિયાર જપ્ત કર્યા હતા. જેમાં 15 ઇમ્પોરટેડ પિસ્તોલ સામેલ છે. ATSએ બાતમીના આધારે છટકું ગોઠવીને ઇસ્કોન બ્રિજ નીચેથી વાહીદ ખાન પઠાણ અને મુસ્તાક બ્લોચની હથિયાર સાથે ધરપકડ કરી હતી.

આ બંને આરોપીઓ પાસેથી ATSને હથિયાર મળી આવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસ બાદ જાણકારી મુદ્દે કચ્છ પોલીસે તરુણ ગુપ્તાની હથિયાર સાથે ધરપકડ કરી હતી.


આ સાથે જ પોલીસે મોરબી, વાંકાનેર, જામનગર સહિત તમામ અલગ અલગ જગ્યા પર રેડ પાડી ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા હતા. પોલીસે હથિયારોની કિંમત 85 લાખ જેટલી હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details