અમદાવાદ : ટ્રમ્પની મુલાકાતને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલની ટિમો સજ્જ રહેશે. સિવિલના તમામ ડોકટરોની ટીમને 24-25 તારીખની રજા પણ રદ કરવામાં આવી છે.
અમદાવાદમાં પ્રમુખ ટ્રમ્પની મુલાકાતના પગલે સિવિલ હોસ્પિટલની ટિમ રહેશે ખડેપગે - ahemadabad news
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની ભારતની મુલાકાતે છે તે દરમિયાન અમદાવાદની પણ મુલાકાત લેવામાં છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ ખાતે જશે. આ મુલાકાતને પગલે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ જોરશોરમાં શરૂ કરવામાં આવી છે જેના ભાગ રૂપે સિવિલ હોસ્પિટલ પણ સજ્જ રહેશે.
પ્રમુખ ટ્રમ્પની મુલાકાતના પગલે સિવિલ હોસ્પિટલની ટિમ રહેશે ખડેપગે
આ તકે સિનિયર ડોકટરો સહિતની મોટી ટિમ તૈયાર રહેશે. બહારથી આવેલા ડેલીગેશન કે અન્ય મહેમાનોને તકલીફ ન પડે અને તેમનું તાત્કાલિક ઈલાજ પણ કરવામાં આવશે. આ તકે કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તેનું પૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવશે.