નિર્દયતા મરી પરવાળી, અમદાવાદમાં પ્લાસ્ટીક બેગમાંથી નવજાત બાળકી મળી આવી - પોલીસ
અમદાવાદઃ શહેરના સૈજપુર વિસ્તારમાં આવેલા ખુલ્લા કંમ્પાઉન્ડમાં બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. બાળકી મળી આવતા સ્થાનિકોના એકઠા થઇ ગયા હતા. જે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સૈજપુર વિસ્તારમાં સિંધી કોલોની પાસે આવેલા ખુલ્લા પ્લોટ પાસેથી સ્થાનીક પસાર થઇ રહ્યો હતા. તે દરમિયાન તેને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યારે તેમને નજીક જઈને તપાસ કરતા પ્લાસ્ટીકની બેગમાંથી બાળકી મળી આવી હતી. આ મામલે આસપાસના લોકોને જાણ થતા લોકોના એકઠા થયા હતા. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોચીને બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મામલે સરદારનગર પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.