પીડિતાના પિતા ઈન્દ્રવદન મિસ્ત્રી પર આરોપીઓએ કોર્ટ સંકુલની લોબીમાં પોલીસની હાજરી દરમિયાન કાંચની બોટલ મારી હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓના કૃત્યથી ભયભીત બનેલા પીડિતાના પરીવાર કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરશે.
કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીઓેને આપી આજીવન કેદની સજા, આરોપીઓએ કર્યું કંઈક આવું
અમદાવાદઃ વર્ષ 2016માં વટવા જીઆઈડીસી રિંગરોડ પાસે થયેલા ગેંગરેપના આરોપીઓને શનિવારે અમદાવાદ સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારતા ઉશ્કેરાયેલા આરોપીઓએ પીડિતાના પિતા પર હુમલો કર્યો હતો.
આરોપીઓએ કોર્ટ સંકુલમાં જ પીડિતાના પિતા પર કર્યો હુમલો
આશરે ત્રણ વર્ષ પહેલાં હાથીજણ પાસે થયેલા ગેંગરેપમાં આજે અમદાવાદ સેશન્સ કોર્ટના જજ સીએસ અધ્યારૂએ ત્રણેય આરોપી સુરેન્દ્રસિંહ પરમાર, પ્રીતેશ ઠક્કર અને ચીન્ટુ ચૌધરીને દોષિત ઠારવી 20 વર્ષની સજા ફટકારી હતી. આ સજાથી ઉશ્કેરાયેલા આરોપીઓએ કોર્ટ સંકુલની લોબીમાં પોલીસની હાજરી દરમિયાન પીડિતાના પિતા અને ફરિયાદીના પતિ પર કાંચની બોટલ મારી હુમલો કર્યો હતો. કોર્ટે આરોપીઓને IPCની કલમ 376(ડી), 506(1) અને 323 મુજબ દોષિત જાહેર કરી સજા ફટકારી હતી.