- 23 વર્ષીય યુવનના અંગદાને ત્રણ જરુરીયાતમંદોને અમરત્વ પ્રદાન કર્યું
- સિવિલ હોસ્પિટલમાં53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન
- છેલ્લા એક મહિનામાં છ બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળી સફળતા: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
અમદાવાદઃ ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામા તબીબો સફળ બને છે. કોરોના કાળમાં પીપીઇ કીટમા સજ્જ દેવદૂત સમાન તબીબોએ પરિશ્રમ-પ્રયાસો થકી અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓને નવજીવન બક્ષી સાર્થક કરી બતાવ્યું છે. પરંતુ કોઈ જરૂરિયાત મંદને નવજીવન આપવા તબીબ હોવું જ જરૂરી નથી.!! બ્રેઈનડેડ જાહેર થયા બાદ મૃત વ્યક્તિ પણ પોતાના અંગોના દાન થકી અન્યોને નવજીવન આપી શકે છે. અમદાવાદ સિવિલ(Civil Hospital)માં પણ ફરી વખત ખૂબ જ ટૂંકા અંતરાલમાં કંઈક આવું જ બન્યું હતું. અમદાવાદ સિવિલમાં 15મું અંગ દાન(Organ donation) કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના 23 વર્ષીય યુવાન અજયસિંહ પરમારનું લીમડી નજીક ટ્રક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી...
17મી ઓક્ટોબરે યુવાનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો
15 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. 17મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અજયસિંહ પરમારને બ્રેઈનડેડ(Braindead) જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અજયસિંહના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપતા તેમના પરિવારજનોએ અજયસિંહ અંગોના દાન થકી જરૂરિયાતમંદોને અમરત્વ પ્રદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી. આમ અજયભાઈની બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી. જેને ટૂંક સમયમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન