ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં કોરોના દર્દીની ડિસ્ચાર્જ પોલીસીમાં ફેરફાર બાદ હવે ટેસ્ટિંગમાં પણ ઘટાડો - corona testing in gujarat

ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી દરરોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના નિદાન માટે કરાતું ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યું હોય તેવી વિગતો સામે આવી છે. 3 મેના રોજ 5,944 કોરોના ટેસ્ટિંગની સામે 13 મેના રોજ માત્ર 2,760 ટેસ્ટિંગ જ કરવામાં આવ્યા હતા. આ પરથી કહી શકાય કે ટેસ્ટિંગમાં લગભગ 40 ટકા સુધીનો ઘટાડો થયો છે.

અમદાવાદમાં કોરોના દર્દીની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર બાદ હવે ટેસ્ટિંગમાં પણ ઘટાડો
અમદાવાદમાં કોરોના દર્દીની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર બાદ હવે ટેસ્ટિંગમાં પણ ઘટાડો

By

Published : May 14, 2020, 12:59 PM IST

Updated : May 14, 2020, 1:50 PM IST

અમદાવાદ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 1.22 લાખ જેટલા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેનાથી સરકાર અને લોકોમાં ભારે ચિંતા છે. થોડા સમય પહેલા જ કોરોના દર્દીની ડિસ્ચાર્જ પોલિસીમાં સિંગલ કોરોના નેગેટિવ ટેસ્ટ પછી 3 દિવસમાં જો કોઈ લક્ષણ ન દેખાય તો દર્દીને રજા આપી દેવામાં આવે છે અને તેને લીધે ડિસ્ચાર્જનો આંકડો ખૂબ જ વધી રહ્યો છે. જો આ જ રીતે ટેસ્ટિંગ ઓછુ કરી દેવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસના આંકડા પણ ઓછા નોંધાશે. જે એક ભીનું સંકેલવાનો પ્રયાસ પણ હોઈ શકે.

અમદાવાદમાં કોરોના દર્દીની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર બાદ હવે ટેસ્ટિંગમાં પણ ઘટાડો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાના તમામ બેડ સંપૂર્ણ ભરાઇ ગયા હોવાથી નવા દર્દીઓને હાલ પૂરતા ત્યાં દાખલ કરવામાં આવતા નથી અને અન્ય કોરોના હોસ્પિટલમાં નવા દર્દીઓને રીફર કરવામાં આવે છે.
13 દિવસમાં થયેલા કોરોના ટેસ્ટિંગની માહિતી:

તારીખ ટેસ્ટિંગ કેસ
1 4767 325
2 5342 333
3 5944 374
4 4588 376
5 4984 441
6 5559 380
7 5362 388
8 4834 390
9 4264 394
10 3843 398
11 2978 349
12 3066 362
12 2760 364

આ મુદ્દે વાતચીત કરતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામે રાજ્યમાં ATPCR ટેસ્ટિંગની ક્ષમતા દરરોજના ૩,૦૦૦ની છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ATPCR ટેસ્ટિંગની સાથે જ પુલિંગ પદ્ધતિથી પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જો કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં દરરોજ સરેરાશ 1500થી 3000 ટેસ્ટિંગ કરવામાં આવતુ હતું. જેની સામે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સરેરાશ માત્ર 1000 થી 1200 જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.

Last Updated : May 14, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details