ટ્રાન્ઝિટ રિમાન્ડ પુરા થયા બાદ આરોપીને પટિયાલા કોર્ટમાં રજુ કરશે. મૂળ તમિલનાડુનો વતની આતંકીને ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ દ્વારા આતંકીની ધરપકડ કરવામાં આવી હતી.
આતંકી ઝફર અલીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - Terrorist Zafar Ali
અમદાવાદ : વડોદરાના ગોરવા વિસ્તારથી ઝડપાયેલા ISISના આતંકી ઝફર અલી મોંહમદ હલીકને શુક્રવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
તમિળનાડુના કુડાલોરથી આતંકી ઝફર વડોદરા આવ્યો હતો. ત્યારે ISISના આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હોવાની એટીએસને જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસને બાતમી મળી હતી કે, હત્યા સહિત ગંભીર ગુનાના 6 આરોપી જેહાદી પ્રવૃતિઓ માટે ભાગી છુટ્યાં છે.
બાતમીના આધારે ગુજરાત એટીએસએ છ પૈકીનો એક આતંકી ઝફરની છટકું ગોઠવીને ધરપકડ કરી હતી. આતંકી ઝફર ભાડાના મકાનમાં દરજી બનીને રહેતો હતો. એટીએસ અને વડોદરા પોલીસની સંયુકત કામગીરીથી આતંકી ઝડપાયો છે. આતંકીને હવે દિલ્હી સ્પેશિયલને સોંપવામાં આવશે