ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેક્સ કૌભાંડ મામલે ત્રીજીવાર પત્ર લખાયો, રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકીલની માગ શું છે? - અમદાવાદ કોર્પોરેશન રેવન્યૂ કમિટી

અમદાવાદ કોર્પોરેશન રેવન્યૂ કમિટી (Ahmedabad Corporation Revenue Committee )ચેરમેન જૈનિક વકીલે બહાર પાડેલા ટેક્સ કૌભાંડ (Tax Scam ) મામલે વધુ એક પત્રાચાર કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં વિજિલન્સની તપાસની માગણી સાથે જૈનિક વકીલ દ્વારા ત્રીજીવાર પત્ર (Jainik Vakil Letter ) લખવામાં આવ્યો છે. જોકે કોઇ અધિકારી આ મામલે મગનું નામ મરી પાડતાં નથી.

ટેક્સ કૌભાંડ મામલે ત્રીજીવાર પત્ર લખાયો અમદાવાદ કોર્પોરેશન રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકીલની માગ શું છે?
ટેક્સ કૌભાંડ મામલે ત્રીજીવાર પત્ર લખાયો અમદાવાદ કોર્પોરેશન રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકીલની માગ શું છે?

By

Published : Jan 5, 2023, 9:04 PM IST

ટેક્સ કૌભાંડ મામલે વધુ એક પત્રાચાર

અમદાવાદઅમદાવાદ કોર્પોરેશનના ટેકસ વિભાગમાં ઓનલાઈન સિસ્ટમની છેડછાડ કરીને કૌભાંડ (Tax Scam )કરવામાં આવ્યું હતું. જે કૌભાંડ રેવન્યૂ કમિટી (Ahmedabad Corporation Revenue Committee ) ના ચેરમેન જૈનિક વકીલ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડની વિજિલન્સ તપાસની માંગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેની હજુ સુધી કોઈ વિજિલન્સ તપાસ થઈ છે કે નહીં તેનો જવાબ ન મળતા ફરી એકવાર જૈનિક વકીલ દ્વારા પત્ર (Jainik Vakil Letter )લખીને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો AMCએ રેવન્યુ વિભાગને લગતી કામગીરીની માહિતી માટે પ્રોપટી ટેક્સની બુકનું કર્યું લોન્ચિંગ

નાણાં અન્ય ખાતામાં કે પરત આવી જતાં હતાંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહીની જનતા ઓનલાઇન પોતાનો ટેક્સ ભરી શકે તે માટે ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન સેવાની અંદર ક્યાંક ને ક્યાંક ગરબડ થતી હોય તેવું જોવા મળી આવ્યું હતું. આ કારણે અનેક લોકોના ટેક્સના પૈસા અન્ય ખાતામાં કે પોતાને પરત (Tax Scam )મળી જતા હતાં. જેના કારણે રેવન્યૂ કમિટીના ચેરમેન દ્વારા અનેકવાર પત્ર લખીને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો AMC ની આવકમાં વધારો, આગામી સમયમાં કોમર્શિયલ એકમોના બાકી ટેક્સ માટે નિર્ણય લેવાશે

ત્રણ વખત પત્ર તેમ છતાં જવાબ નથી અપાયોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં લોકોને સરળતા રહે તે માટે ટેકસ વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ તે ઓનલાઇન સિસ્ટમના છેડછાડમાં કરી કૌભાંડ (Tax Scam )કરવામાં આવ્યું હતું. જે કૌભાંડને રેવન્યૂ કમિટી (Ahmedabad Corporation Revenue Committee )ના ચેરમેન જૈનિક વકીલ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. જે મામલે કોર્પોરેશનમાં કૌભાંડ કરનાર સામે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. જોકે રેવન્યૂ કમિટીના ચેરમેન છેલ્લા 8 મહિનાથી આ વિજિલન્સ તપાસ માટે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વિજિલન્સ માટે તપાસનો રિપોર્ટ માંગી રહ્યા છે. આ ઉપરાંત તેમણે ત્રણ વખત પત્ર લખ્યો હોવા છતાં પણ તેમને જવાબ આપવામાં આવતો નથી.

ફરી એકવાર પત્ર લખી તપાસની માંગ રેવન્યૂ કમિટી(Ahmedabad Corporation Revenue Committee )ના ચેરમેન જૈનિક વકીલ દ્વારા ફરી એકવાર અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે માર્ચ 2022માં સ્વાઇપ મશીન દ્વારા કરોડો રકમમાં વ્યવહાર (Tax Scam )થયા હોય તો છેલ્લા પાંચ વર્ષમાં દરેક વર્ષમાં આવા કેટલા વ્યવહાર થયેલ છે. તેમાં વ્યવહારમાં ફ્રોડ થયેલ છે કે નહીં તેની વિગતની માહિતી આપશો? આ માહિતી માટે હું છેલ્લા છ માસથી ફોલોઅપ કરું છું. તેમ છતાં મને કોઈ માહિતી આપવામાં આવતી નથી આ અંગેનો પત્ર ફરી એકવાર અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરને લખવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલોગત એપ્રિલ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેકસવિભાગની ઓનલાઈન સિસ્ટમમાં 200થી વધુ લોકોના ટેક્સના રકમ ઓનલાઈનમાં છેડછાડ થઈ હતી. જેમાં ટેક્સ માફ અથવા તો અન્યના ટેક્સની રકમમાં વધારો ઘટાડો કરવાનું કૌભાંડ (Tax Scam ) રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. કદાચ આ સૌથી મોટું કૌભાંડ હોઈ શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી હતી. આ મામલે જૈનિક વકીલ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ અને કમિશનરને પત્ર લખી વિજિલન્સ તપાસની માગણી કરી હતી. રેવન્યુ કમિટી (Ahmedabad Corporation Revenue Committee )ના ચેરમેન દ્વારા ત્રણ ત્રણ વખત તપાસના શું સ્ટેટસ છે તેની માહિતી માટે અધિકારીને પત્ર લખવાની જરૂર પડી હતી. પરંતુ કોઈ પણ અધિકારી આ પત્રનો જવાબ આપતા નથી.

ABOUT THE AUTHOR

...view details