ગુજરાત

gujarat

ETV Bharat / state

IPL 2023 : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદમાં મેચ, ફેવરીટ કઈ ટીમ જૂઓ - IPL match in Ahmedabad

ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPLની 44મી મેચ અમદાવાદ ખાતે રમાશે. જેમાં ગુજરાત ટાઇટન્સ તેના ફોર્મના કારણે ફેવરિટ માનવામાં આવી રહી છે. તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતની કમી છે અને હજુ ટીમના કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન કંગાળ જોવા મળી રહ્યું છે.

IPL 2023 : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદમાં મેચ, ફેવરીટ કઈ ટીમ જૂઓ
IPL 2023 : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદમાં મેચ, ફેવરીટ કઈ ટીમ જૂઓ

By

Published : May 1, 2023, 6:02 PM IST

આવતીકાલે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ

અમદાવાદ : આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આઈપીએલની 44મી મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં આ વખતે ક્યાંકને ક્યાંક ઋષભ પંતની કમીની મહેસુસ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ આ વખતે ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેને લઈને ટોપ 4માં પહોંચવાની પણ આશા નહિવત જોવા મળી રહી છે.

ગુજરાત ટાઇટન્સ ફેવરિટ :આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે TATA IPL 2023ની સીઝન 44 મેચ રમાશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ફેવરિટ માનવામાં આવી રહી છે. આ વર્ષે ગુજરાત ટાઇટન્સ અંતિમ બે મેચની વાત કરવામાં આવે તો ગુજરાતી કોલકત્તાને તેના જ હોમગ્રાઉન્ડમાં 7 વિકેટે હરાવીને પરત આવી છે. જ્યારે એની પહેલાં જ ગુજરાતને પોતાના જ હોમગામમાં મુંબઇ ઇન્ડિયન્સને 55 રને હરાવ્યું હતું. ત્યારે આવતીકાલે યોજનાર મેચમાં પણ ગુજરાત ટાઇટન્સ ફેવરિટ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Tim David Tilak Varma video: રાજસ્થાન રોયલ્સ સામે મેચ જીત્યા બાદ ટિમ ડેવિડે ખોલ્યું રહસ્ય, જુઓ વીડિયો

દિલ્હી બેટિંગ નબળી :દિલ્હી કેપિટલ્સની વાત કરવામાં આવે તો, દિલ્હી કેપિટલ્સ આ વર્ષે ઋષભ પંતની કમી જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સની ગુજરાત ટાઇન્ટ્સ સામે 6 વિકેટે હાર થઈ હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની છેલ્લી બે મેચની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સએ સનરાઇઝર્સ હૈદરાબાદને તેના જ હોમગ્રાઉન્ડમાં 7 રને હરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીને દિલ્હીના હોમ ગ્રાઉન્ડમાં જ 9 રને હાર આપી હતી. પરંતુ દિલ્હીની બેટિંગ આ વર્ષે ખૂબ જ ખાસ જોવા મળી નથી. ડેવિડ વોર્નર સહિતના તમામ ખેલાડીઓનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :Sachin Tendulkar reaction: સિક્સર કિંગ ટિમ ડેવિડે સચિન તેંડુલકરનું દિલ જીતી લીધું, માસ્ટર બ્લાસ્ટરની પ્રતિક્રિયા થઈ વાયરલ

ગુજરાત ટોપ પર :પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ 8 મેચમાંથી 6માં જીત અને 2 મેચ હાર સાથે 12 પોઇન્ટ પરથી પ્રથમ નંબરે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 8 મેચ માંથી 6માં હાર અને 2 મેચમાં જીત સાથે 10 નંબર એટલે કે અંતિમ સ્થાન પર છે. જો આવતીકાલની મેચ ગુજરાત ટાઇટન્સ વિજય મેળવશે તો પ્લેઓફની વધુ નજીક પહોંચી જશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની હાર થશે તો પ્લેઓફની બહાર જવાની શક્યતા વધુ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details