અમદાવાદઃ ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા 'નિશાન રોયલ' સોસાયટીના રહીશો દ્વારા કોરોના વાઇરસના સંકટથી દેશને બચાવવા, ચૈત્રી નવરાત્રીની અષ્ટમીએ વિશિષ્ટ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના વાઇરસના સંકટથી દેશને બચાવવા અમદાવાદમાં માઁ દુર્ગાની આરતીનું વિશિષ્ટ આયોજન આ વિશિષ્ટ આરતીમાં સોસાયટીના રહીશો દ્વારા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગનો મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના દરેક રહીશોએ પોતાની બાલ્કનીમાં ઉભા રહીને માઁ દુર્ગાની આરતી કરી હતી અને પ્રાર્થના કરી હતી કે, દેશ માટે કોરોના વાઇરસ સામે લડી રહેલા ડોકટર્સ, નર્સ, પોલીસ જવાનો, સફાઇ કર્મીઓ તેમજ પત્રકારોનું આરોગ્ય જળવાઈ રહે અને કોરોના વાઇરસનો નાશ થાય.
આ આરતીમાં ત્રિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ બાળકો દ્વારા કોરોના વાઇરસ સામે લડી રહેલા દેશના સેવકોને સમર્પિત એક સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
અમદાવાદમાં નિશાન રોયલ એપાર્ટમેન્ટના રહીશોએ કરી વિશિષ્ટ આરતી. સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, તેમના સોસાયટીના રહીશો દ્વારા માઁ દુર્ગાને પ્રાર્થના કરવામાં આવી જ છે, પરંતુ શહેરના લોકો પણ સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીને કોરોના વાઇરસને હરાવવા માટે કટિબદ્ધ થાય. અને સરકારના નીયમોનું પાવન કરે અને બધાની સ્વાસ્થયતા જળવાઇ રહે.
અમદાવાદમાં નિશાન રોયલ એપાર્ટમેન્ટના રહીશોએ કરી વિશિષ્ટ આરતી.