આ ફિલ્મ એ આધુનિક યુગ પર આધારિત છે. તેમના સપનાઓ, અપેક્ષાઓ અને અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કોલેજના ગ્રેજ્યુએશનના 5 દિવસ પહેલા વરૂણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટિંગમાં 40 લાખ રૂપિયા જીતી જાય છે. ત્યારબાદ તે પોતાના ખૂબ જ પસંદીદા સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરીને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે. આ પાંચેય મિત્રો સાથે મળીને ઉદ્યોગસાહસિક માટેના નેશનલ લેવલના રિયાલીટી શોમાં ભાગ લેવા માટે જાય છે. ત્યારબાદ તેમના જીવનમાં શુ થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના સ્ટાર્ટઅપના અનેક પહેલુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યા છે.
તારક મહેતાનો ટપ્પુ જોવા મળશે આગામી ફિલ્મ ‘બહુ ના વિચાર’માં - gujaratinews
અમદાવાદ: હાલમાં જોઈએ તો બોલીવુડમાં તેમજ દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બાયોપિક અને ફિલ્મ બેઝ્ડ ઓન ટ્રુ ઈવેન્ટનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડની વચ્ચે આગામી ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર'ની ટેગલાઈન કંઈક અલગ જ છે. આ ટેગલાઈનમાં લખ્યું છે કે, ટ્રુ ઈવેન્ટ્સ વિલ બી બેઝ્ડ ઓન ધીસ ફિલ્મ એટલે કે, સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.
ફાઈલ ફોટો
આ ફિલ્મમાં ભવ્ચ ગાંધી ( તારક મહેતામાં ટપ્પુનું પાત્ર કરનાર), જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું એંથમ ગીત 'બહુ ના વિચાર' એ ગુજરાતના શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કીર્તિદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, પાર્થ ઓઝા અને અમિત જૈન દ્વારા ગાવવામાં આવ્યું છે.