અમદાવાદ : તાલુકા અને જિલ્લાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે, ત્યારે માંડલ તાલુકા પંચાયતમાં આવતી પ્રથમ બેઠક છે. જેમાં માંડલ તાલુકા પંચાયતના પ્રમુખે તેમના ગામની બેઠક જાળવી રાખી છે. માંડલ 1 અને 2 સામાન્ય, માંડલ-3 સામાન્ય સ્ત્રી બેઠક બિન અનામત સામાન્ય છે.
તાલુકા અને જિલ્લાની ચૂંટણીની ટિકિટ માટે માંડલ તાલુકા પંચાયતમાં જમાવડો - તાલુકા જિલ્લાની ચૂંટણી
ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા તાલુકા જિલ્લાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તાલુકા અને જિલ્લામાં ટિકિટ ઇચ્છુકોઓની માંડલ તાલુકા પંચાયતમાં જમાવડો જોવા મળ્યો હતો.
જિલ્લાની ચૂંટણી
રખિયાણાની બેઠક અનુજાતિની, સીતાપુની બેઠક અનુસુચિત જાતિની, ટ્રેન્ટની બેઠક અનુસુચિત જાતિ સ્ત્રી, એવી જ રીતે ઉકરડીની પણ સામાન્ય સ્ત્રી અને વિઠલાપુરની બેઠક બિન અનામત સામાન્ય છે. જોકે હવે આ બેઠક વ્યવસ્થા જાહેર થતા તાલુકામાં આટા ફેરા રાજકારણીઓએ શરૂ કર્યા છે. રોજ સવાર પડે ત્યારે તાલુકાના કમ્પાઉન્ડમાં અને ઓફિસમાં ઠેરઠેર ટિકિટ ઇચ્છુકો ગામડાઓમાંથી દરરોજ આવીને જમાવડો કરે છે.