ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકરવામાં આવ્યો હતો. જેમાં જસ્ટિસ સોનિયા ગોકણી અગાઉ વેરાવળ કોર્ટ દ્વારા સજા પર જે સ્ટે આપવામાં આવ્યું હતું. તેને રદ જાહેર કરતા સ્ટે પર ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ સ્ટેની નવી સુનાવણી વેરાવળ સેશન્સ કોર્ટે સજા પર સ્ટે ન આપતા હાઈકોર્ટમાં અપિલ કરવામાં આવી હતી...
વેરાવળ કોર્ટે સજા પર સ્ટે ન આપતા ભગા બારડે હાઈકોર્ટમાં કરી રિટ દાખલ કરી - gir Somnath
અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં આવેલી તલાલા બેઠકના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડને સ્ટે ન આપતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. જે મુદ્દે 10મી જૂલાઈના રોજ જસ્ટીસ એસ.એચ. વોરાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.જે અંગેની એની શક્યતા વ્યકત કરવામાં આવશે. જો કે વેરાવળ સેશન્સ કોર્ટે હાઈકોર્ટના આદેશ બાદ સ્ટે ન આપવાના કારણો રજૂ કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ મામલે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.
આ મુદે ગત 1લી મે ના રોજ જસ્ટીસ સોનિયા ગોકાણીએ થમિક દ્રષ્ટિએ આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. જ્યારબાદ સ્ટે મેળવવા માટે ભગા બારડ દ્વારા હાઈકોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી. ભગા બારડને વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તો આ સજા પર વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. વેરાવળ સેશન્સ કોર્ટના ચુકાદાને ભૂલ ભરેલો અને અન્ય મુદ્દોઓ ધ્યાન લીધા વગર આપ્યો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન એટલે કે સ્ટે ફગાવી દેવાના નિર્ણય રદ કરતી પિટિશન દાખલ કરવામાં આવી છે.