આ બંને ઘટના પ્રકાશમાં આવ્યાબાદ પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી.બુધવારે અમદાવાદ પોલીસે આ ઘટના સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ શોરૂમ અને મોલના સંચાલકોને પુરતી વ્યવસ્થા પૂરી પાડવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
મહિલાઓની છેડતી અંગે મોલ-શોરૂમના સંચાલકો સામે લેવાશે કડક પગલાં - women
અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસ.જી.હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શોરૂમમાં વોશરૂમ ગયેલી મહિલાઓનો અશ્લિલ વીડિયો ઉતારવાની ઘટના સામે આવી છે. આવી જ એક બીજી ઘટના વસ્ત્રાપુરમાં આવેલી આલ્ફાવન મોલમાં એલન સોલીના શોરૂમમાં મહિલા ટ્રાયલ રૂમમાં કપડા બદલાવી રહી હતી, તે દરમિયાન તેનો કર્મચારી બોક્સ પર ચઢીને ટ્રાયલ રૂમમાં જોઈ રહ્યો હતો.
અમદાવાદ પોલીસેપ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, પોલીસ કાયદાકીય રીતે તપાસ કરીને આ ઘટનામાં સંડાવાયેલા લોકોનેેકડક સજા થાય તે રીતે કોર્ટને અપીલ કરવામા આવશે.પોલીસે સ્પષ્ટ કહ્યુંછે કે, મોલ અને શોરૂમના સંચાલકો સામે પણ આવી ઘટનામાં ગુનો દાખલ કરવામાં આવશે. જેથી વોશરૂમ કે ટ્રાયલ રૂમમાં મહિલાગાર્ડને પણ રાખવામાં આવશે.
CCTV ફૂટેજને આધારેમોલ અને શોરૂમના સંચાલકોની બેદરકારી બહાર આવી છે. પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, શોરૂમમાં નોકરી કરતી અથવા મુલાકાતી મહિલાઓની ટ્રાયલરૂમમાં કે વોશરૂમમાં છેડતીની ઘટના બનશે, તો તેવા મોલકે શોરૂમના લાઈસન્સ કેન્સલ કરવા સુધીના પગલા લેવામાં આવશે. ઉપરાંત મોલના સંચાલક સામે ગુનો નોંધીને રૂપિયા 50,000નો દંડ પણ ફટકારવામાં આવશે.