ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ, કંટ્રોલરૂમથી રખાઈ રહી છે ચાંપતી નજર - Rain in ahemdabad today

અમદાવાદ શહેરમાં મેઘરાજાની મહેર યથાવત છે. અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે વિઝિબલિટી ઘટી છે. લોકો વાહનોમાં હેડ લાઈટ ચાલુ કરવા મજબુર બન્યા છે. અમદાવાદના SG હાઇવે સહિતના રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં પાલડી વિસ્તાર ખાતે આવેલા કંટ્રોલરૂમથી શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ, કંટ્રોલરૂમથી રખાઈ રહી છે ચાંપતી નજર
શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

By

Published : Aug 23, 2020, 4:56 PM IST

અમદાવાદ: શહેરમાં રવિવારના રોજ સવારે 6થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5 મિમી વરસાદ વરસ્યો છે. શનિવાર રાતથી બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ,ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ
શહેરના સીટીએમ, બોલપ, એસજી હાઈવે વસ્ત્રાપુરમાં આવેલા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી વાહનચાલકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે શહેરની સાબરમતી નદીમાં વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ફેકટરી માલિકોએ છોડ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકોએ વરસાદી પાણીની સાથે કેમિકલના પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

ABOUT THE AUTHOR

...view details