અમદાવાદઃ ગાંધી આશ્રમમાં BDDSનું સરપ્રાઈઝ ચેકિંગ - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે, ગાંધી આશ્રમની પણ બન્ને નેતાઓ મુલાકત લેવાના છે. જેને લઈ આશ્રમમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. BDDS સ્ક્વોડ દ્વારા આશ્રમની અંદર દરેક વસ્તુઓનું ચેકિંગ થયુ હતું.
અમદાવાદ
અમદાવાદઃ ડોનાલ્ડ ડ્રમ્પ અને મોદીના ગાંધી આશ્રમના પ્રવાસને લઈ ગુજરાત પોલીસ સજ્જ છે. જેમાં સુરક્ષા એક મહત્વનો હિસ્સો છે. જો કે આશ્રમની અંદર નાનામાં નાની વસ્તુનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડની મદદથી આશ્રમની દરેક વસ્તુનું ચેકિંગ હાથ ધરાયુ હતું. આશ્રમની અંદર રહેલા તમામ ડસ્ટબીન, વૃક્ષો તથા આશ્રમની મુલાકાતે આવેલા તમામ મુલાકાતીઓની બેગ અને અન્ય સામનનું પણ ડોગની મદદથી ચેકિંગ કરાયુ હતું.