ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું, સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર - hot

અમદાવાદ: વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ અને વરસાદ બાદ ફરી એકવાર અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીએ માથું ઉચક્યુ છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આજ-રોજ તાપમાનમાં વધારો નોંધાયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 41.3 ડિગ્રી નોંધાતા ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર

By

Published : Apr 21, 2019, 10:05 PM IST

વરસાદ બાદ ધીરે-ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આજ-રોજ ગરમીને કારણે શહેરીજનો અકળાયા હતા. વાતાવરણમાં હજુ પણ ધૂળની ડમરીઓ અને પવનની અસર જોવા મળી રહી છે. ક્યારેક ગરમીને કારણે લોકોએ અકળામણનો અનુભવ કર્યો હતો તો આવનારા સમયમાં ધીરે-ધીરે વાતાવરણમાં હજી ગરમાટા વચ્ચે અને તાપમાન વધવાની સંભાવના છે. આગામી 5 દિવસમાં વરસાદની કોઈ આગાહી નથી પરંતુ ગરમીમાં ધીરે-ધીરે વધારો નોંધાશે.

આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ અમદાવાદ 41 ડિગ્રી, રાજકોટ 40.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ 40.6 ડિગ્રી, વડોદરા 40.2 ડિગ્રી અને ભુજ 40 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર તરીકે નોંધાયા હતા. આગામી સમયમાં તાપમાનનો પારો વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે વરસાદ કે વાવાઝોડા જેવી કોઈપણ પરિસ્થિતિ આગામી સમયમાં નહીં થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદ વંટોળ પવનનો ધૂળની ડમરીઓ બાદ ફરી એકવાર વાતાવરણમાં ગરમીનો વધારો નોંધાયો હતો અને આગામી દિવસોમાં ફરી ધીરે-ધીરે તાપમાનમાં વધારો નોંધાશે અને ગરમીનો પારો 42ને પાર થવાની પુરી સંભાવના છે.

Get Outlook for Android

ABOUT THE AUTHOR

...view details