સુરત : દેશનો સૌથી લાંબો ડેડીકેટેડ બીઆરટીએસ રૂટ સુરત શહેરમાં છે અને વર્ષ 2025 સુધી આ રોડ પર એક પણ ડીઝલ બસો નહીં દોડે. પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આગામી બે વર્ષ સુધીમાં તમામ ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે. સૌથી અગત્યની વાત છે કે આ બસોમાં ગૂગલ સાથે GTFS (General Transit Feed Specification) નું ઇન્ટીગ્રેશનની સુવિધા છે. હાઇટેક સુવિધા સાથે આ બસો સુરત શહેરમાં જોવા મળશે. શહેરમાં 2350 જેટલા પુખ્ત મોટા ઝાડની જરૂરિયાત ઓછી કરતું આ આયોજન થયું છે.
ડીઝલ બસ દૂર કરાશે : પબ્લિક ટ્રાન્સપોર્ટના કારણે પર્યાવરણમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થાય આ માટે સુરત મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં અઢી લાખ લોકો બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. આ સાથે સૌથી મોટો બીઆરટીએસ રૂટ સુરતમાં છે. જેમાં હવે ડીઝલના બદલે ઈલેક્ટ્રીક બસો આ રૂટ પર દોડાવવામાં આવશે. 25 જેટલી બસો કામરેજથી યુનિવર્સિટી સુધી દોડાવવામાં આવશે. સાથે જ 2025 સુધી એક પણ ડીઝલ બસ સુરત શહેરમાં જોવા મળશે નહીં. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સમય ગાળામાં ઇલેક્ટ્રીક બસો ખરીદવાનું આયોજન છે.
દરરોજ અઢી લાખ મુસાફરો : સુરત સિટી લીંક લિ.દ્વારા સૌપ્રથમ તા.26 જાન્યુઆરી 2014ના રોજ BRTS બસ સેવા ઉધના દરવાજા – સચિન GIDC વચ્ચે 12 કિમીના રૂટ ઉપર શરૂ કરવામાં આવી હતી. કુલ-108 કિમીનો ભારતનો સૌથી લાંબો ડેડીકેટેડ BRTS કોરીડોર છે. આ ઉપરાંત કુલ-454 કિમીના સ્ટીબસ નેટવર્ક ઉપલબ્ધ છે. હાલ કુલ-13 BRTS રૂટ અને 43 સીટીબસ રૂટ ઉપર બસ સેવા કાર્યરત છે. દરરોજ 2.50 લાખ મુસાફરો લાભ મેળવે છે. વિશેષતાઓ ધરાવતું સમગ્ર ભારતમાં સુરત પ્રથમ શહેર છે.
ફીઝીકલ ઇન્ટીગ્રેશન સિટીબસ સેવા અને BRTS એક જ કોરીડોરના ઉપયોગને કારણે પેસેન્જરોને BRTS સેવાના ઉપલબ્ધ રૂટનો પણ લાભ મળી શકે છે." ઇન્ટીગ્રેટેડ ફેર"ના કારણે એક જ ટિકીટ લઇ મુસાફર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવા BRTS- સીટીબસનો ઉપયોગ કરી શકે છે. સિટીબસ અને BRTS સેવા માટે બનાવવામાં આવેલ સ્ટેશન, ડેપો અને ટર્મિનલનો બંને સર્વિસ માટે ઉપયોગ કરવામા આવે છે. BRTS બસ સ્ટેન્ડ ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવેલ સ્ટેશન PIS તથા સિટીલીંક મોબાઈલ એપમાં BRTS રૂટની સાથે સિટીબસની માહિતી પૂરી પાડવામાં આવે છે. સિટીબસ અને BRTS બંને અલગ સેવા પૂરી પાડવા માટે સિટીલિંક કંપની બનાવવામાં આવેલ છે...પરેશ પટેલ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
મુસાફરોને મળતી સુવિધા : Google સાથે GTFS (General Transit Feed Specification)નું ઇન્ટીગ્રેશન કરનાર સુરત શહેર ભારતનું માત્ર બીજું શહેર છે. જેના થકી જાહેર જનતાને પરિવહનની સંપૂર્ણ માહિતી મળી રહે છે.