ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ગરમીનો પારો આસમાને, હજુ 39 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી - SUMMER

અમદાવાદ: આ વર્ષમાં શિયાળાની લાંબી ઇનિંગ બાદ હવે ગરમીએ પોતાનો હાથ ઉપર કર્યો છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદની ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. જે અંગર્તગ શુક્રવારની રાતે 37.6 ડીગ્રી સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. તો અગામી 2 દિવસમાં ગરમીનો પારો 39 ડીગ્રીને પાર થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ

By

Published : Mar 24, 2019, 2:51 PM IST

આગામી દિવસોમાં અમદાવામાં ગરમીનો પારો વધશે, બે દિવસમાં ૩૯ ડીગ્રી સુધી પહોચશે

છેલ્લા બે દિવસથી અમદાવાદની ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનેપગલે શનિવારની રાતેસીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાતાગરમીમાં વધારોથાય તેવી શક્યતાઓ છે. તો આગામી 2 દિવસમાં ગરમીનો પારો 39 ડીગ્રીને પર કરશે તેમ હવામાન વિભાગનું માનવું છે.

હવામાન વિભાગ

અમદાવાદમાં 37.6 ડીગ્રી સાથે સરેરાશ મહત્તમતાપમાન સામાન્ય કરતા 0.9 ડીગ્રીનો વધારો જયારે 20.4 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતુંકે, આગામી બે દિવસમાં તાપમાનમાં ૩ ડીગ્રી સુધીનો વધારો થઇ શકે તેમ છે.હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાનો પવન છે.

ABOUT THE AUTHOR

...view details