શાળા એક એવું માધ્યમ છે જેમાં સંસ્કરોની સાથે સમાજના ઢાંચાનું ઘડતર કરી શકાય તેવી જગ્યા છે. સારા કાર્યોને વિદ્યાર્થી દ્વારા ઓપ આપવામાં આવે તો વિદ્યાર્થીનો પણ સકારાત્મક અભિગમ કેળવાય છે.
15મી ઓગસ્ટે રાજ્યની શાળાના વિદ્યાર્થીઓ વાવશે 1 કરોડ વૃક્ષ - અમદાવાદ સમાચાર
અમદાવાદ: સમાજમાં લોકો દિન પ્રતિદિન વૃક્ષોનું હનન કરી રહ્યા છે. તેની સામે તેટલા વૃક્ષોનું વાવેતર પણ થતું નથી. ત્યારે સરકાર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળામાં ફરજિયાત વૃક્ષારોપણ કરવામાં આવે તેવી સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે.
15 ઓગસ્ટે રાજ્યની શાળાના વિદ્યાર્થીઓ વાવશે 1 કરોડ વૃક્ષ
ત્યારે સરકાર દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટના દિવસે તમામ સ્કુલોને 1 કરોડ વૃક્ષો રોપવા માટે રાજ્યની તમામ સ્કૂલોને સુચના આપી દેવામાં આવી છે. શિક્ષણ નિયામકે તમામ DEOને સ્કુલોને જાણ કરવા માટે સૂચના આપી છે.
રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત 1 વૃક્ષ વાવવાનું રહેશે. જેમાં રાજ્યભરની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.