અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.જી. ઉરાઈઝીએ શાહપુર હિંસામાં આરોપી ઇલમુદિન કાગદી, ઝુબેર મિર્ઝા, મહેબૂબ કાગદી અને રઉફ શેખના જામીન મંજુર કર્યા છે. આ સિવાય અન્ય 5 આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને પરત ખેંચી લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.
અગાઉ પણ હાઇકોર્ટ દ્વારા આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના જામીન મંજુર કરાયા હતા. અગાઉ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે તમામ 27 આરોપીઓના જામીન ફગાવ્યા હતા. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે અગાઉ આરોપીઓને કોર્ટમાં 4 દિવસ મોડા રજૂ કરવા મુદ્દે પોલીસનો ઉધડો લીધો હતો. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો કે પથ્થરમારાને કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો કઈ રીતે દાખલ થઈ શકે. કોર્ટે પૂછ્યું કે આવી ઘટનામાં પોલીસ રાયોટિંગની કલમ પ્રમાણે ગુનો દાખલ કરતી હોય છે, એવું તો શું ખાસ છે આ કેસમાં કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે.
શાહપુર હિંસા: હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા - Corona
ગત મે મહીનામાં સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.
શાહપુર હિંસા: હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજુર કર્યા
આરોપીઓને કોર્ટમાં મોડા રજૂ કરવા મુદ્દે પોલીસે જવાબમાં જણાવ્યુ હતું કે તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યા છે. આ આરોપીઓ પૈકી ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. નોંધનીય છે કે 8 મે ના રોજ સાંજે 6.15 વાગ્યે શાહપુરમાં લૉકડાઉનનું પાલન કરાવતા RAF જવાનોએ બળનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જયરબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.