સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે. તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થી આર્થિક સહાય કરવામાં આવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જીલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચાગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે.