અમદાવાદ : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections in Five States) આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક સીટોથી પંજાબમાં જીત મેળવી છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર ઠરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને (Assembly Elections in Gujarat) લઇને આમ આદમી પાર્ટી સક્રિય થઇ રહી છે. દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ ગુજરાત સરકારના બાળકોને ગીતા ભણાવવાના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો કે, સરકાર વાતો રાવણ જેવી કરી રહી છે અને ગીતાનો ઉપદેશ આપે છે.
ચૈતન્ય શંભુ મહારાજના કટાક્ષ મનીષ સીસોદીયાની ટિપ્પણી પર આ પણ વાંચો :Gujarat Assembly Election 2022: ગુજરાતમાં તિરંગા યાત્રા યોજી કેજરીવાલ મોડલ હાવી કરવા 'આપ'નો પ્રયાસ
ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન -ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજે (BJP leader Chaitanya Shambhu Maharaj) મનીષ સીસોદીયાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આવા નિવેદન કરનારા લોકો દુર્યોધન વૃત્તિ વાળા છે. શિષ્ટાચારની ભાષામાં વિરોધ કરવો જોઈએ. અમે દેશમાં અને ગુજરાતમાં જે નિર્ણય લીધા છે, તે પ્રજા એ સ્વીકાર્યા છે. ગુજરાતમાં 2001 અને દેશમાં 2014 થી ભાજપનું સાશન છે. પ્રજા આવા લોકોને પાઠ ભણાવે જ છે.
આ પણ વાંચો:જાણો, શા માટે AAP છોડી ભાજપમાં જોડાયા કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા
આમ આદમી પાર્ટીની સક્રિયતા -જો કે ગુજરાત આમ આદમી પાર્ટી (Gujarat Assembly Elections 2022) દ્વારા આ મુદ્દે નકારાત્મક ટિપ્પણી કરવામાં આવી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં તિરંગા યાત્રા યોજી રહી છે. આગામી સમયમાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ ગુજરાત (Road Show of AAP in Gujarat) આવશે અને રોડ શો પણ કરવાના છે.