ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે 11 તળાવો અમદાવાદ AMCને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા - ભૂગર્ભજળ

અમદાવાદ શહેરની બ્યુટીફિકેશનમાં વધુ વધારો કરવા માટે રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વધુ પાંચ તળાવની જવાબદારી સોંપી છે. આમ છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં અને શહેરની આસપાસ આવેલા કુલ 11 તળાવોના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યાં છે.

Ahmedabad AMC
રાજ્ય સરકારે 11 તળાવો AMC ને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા

By

Published : Aug 30, 2020, 7:58 AM IST

ગાંધીનગર: અમદાવાદ શહેરની બ્યુટીફિકેશનમાં વધુ વધારો કરવા માટે રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વધુ પાંચ તળાવની જવાબદારી સોંપી છે. આમ છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં અને શહેરની આસપાસ આવેલા કુલ 11 તળાવોના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યાં છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત આ તળાવને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન અને પિકનિકના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. જેના પરિણામે તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન અને પિકનિક માટેના પોપટનું નવું નજરાણું ઘર આંગણે જ મળી રહેશે.

તાજેતરમાં આ તળાવો સોંપવામાં આવ્યા..

  • આંબલી તળાવ
  • ઓગણજ તળાવ
  • સોલા તળાવ
  • હેબતપુર તળાવ

આ અગાઉ માર્ચ 2020માં ચાર તળાવો તથા જૂન અને જુલાઈ મહિનામાં એક-એક તળાવ એમ કુલ 6 તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોપાયા છે. અમદાવાદ મહાનગરનું સુએજ વોટર એટલે કે, વપરાયેલું ગંદુ પાણી એસટીપી દ્વારા શુદ્ધ કરીને આ તળાવમાં નાખવામાં આવતા આ તળાવો બારેમાસ ભરેલા રહેશે. તેમજ આસપાસના વિસ્તારના ભૂગર્ભજળની સપાટી પણ ઊંચી આવશે. આ તળાવમાં આવું રિસાયકલડ વોટર ભરીને મહાપાલિકા સાકાર કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details