ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ, કુંવારિકાઓએ હોંશે હોંશે કરી શિવની પૂજા - Jaya Parvati news

આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતીઓ પૂજન અર્ચન કરી સારો અને ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરે છે. આ વ્રતમાં શિવલિંગ પર દૂધ,જળ,બીલીપત્ર,પુષ્પ સહિતનો અભિષેક કરવામાં આવે છે.

Start of Jaya Parvati
આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

By

Published : Jul 3, 2020, 9:40 AM IST

Updated : Jul 3, 2020, 10:10 AM IST

ન્યૂઝ ડેસ્ક : અષાઢ સુદ તેરસથી કુંવારિકાઓ માટે મહત્વના ગણવામાં આવતા એવા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે. નાની બાળાઓ જ્વારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જયારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે.

પ્રાચીન દાયકાઓથી ચાલી આવતી માન્યતા પ્રમાણે ભગવાન શિવને પામવા પાર્વતીજીએ 5 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા હતા. ત્યારથી જયા-પાર્વતી વ્રતનું મહત્વ ચાલી આવ્યું છે. આજથી શરૂ થયેલા આ વ્રતને લઈ કુંવારીકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. જ્યાં ભક્તિભાવપૂર્વકની પૂજા અર્ચના કરી સાચા જીવનસાથીની અર્ચના કરે છે. આ સાથે જ કુંવારીકાઓ ભગવાન શિવની આરાધના કરી રમત-ગમતની મજા માણે છે.

Last Updated : Jul 3, 2020, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details