આ અંગે અભિષેક કંસરાએ જણાવ્યું હતું કે આ ટ્રેનિંગમાં 200-250 જેટલા બાળકોએ ક્લસ્ટર સીટિંગમાં ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓને ખાસ કરીને મેથ્સનો ડર લાગતો હોય છે કે સાયન્સથી નિરાશ થતા હોય તેમને આત્મવિશ્વાસ વધારી ડર દૂર કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો - મેથ્સ
અમદાવાદઃ ખાનગી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને સંલગ્ન મોટીવેશનલ પ્રવૃતિ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દિવસભર ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોગ્રામમાં મોટીવેશનલને લઇને વિદ્યાર્થીઓને ભણતરમાં મદદ થવા અને પડતી મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રોગ્રામ યોજ્યો હતો.
seminar
મેથ્સના ડરના કારણે ધોરણ 10ના ઘણાં વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હોય છે અને સાયન્સના કારણે પણ વિદ્યાર્થીઓ પોતાનો વિષય બદલી નાખતા હોય છે. જેથી વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટેનો આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મેથ્સ વિષય ભણાવવામાં નહિં પરંતુ સમજાવવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંકી તથા સરળ રીતે મેથ્સને વિદ્યાર્થીઓ સમજી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.