drive against usury and selling Chinese cords અમદાવાદ: શહેર પોલીસ દ્વારા ( special police drive)વ્યાજખોર સામે કડક પગલાં ભરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો (drive against usury and selling Chinese cords )છે, અત્યાર સુધીમાં અનેક લોકો વ્યાજખોરના ત્રાસથી કંટાળીને અથવા તો તેના ડરથી પોલીસ સામે આવી શકતા નથી. તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના સાત ઝોનના DCP કક્ષાના અધિકારીને ભોગ બનનાર લોકો સીધો જ સંપર્ક કરી વ્યાજખોર સામે ફરિયાદ કરી શકશે અને આ મામલે કડકમાં કડક પગલાં શહેર પોલીસ દ્વારા ભરવામાં આવશે.
drive against usury and selling Chinese cords આ પણ વાંચો:અમદાવાદમાં વ્યાજખોરે જાનથી મારી નાખવાની ધમકી આપતા દલાલે નોંધાવી ફરિયાદ
પોલીસ દ્વારા વ્યાજખોર સામે કડક પગલાં:વ્યાજખોરો મામલે શહેર પોલીસને અરજીઓ મળી છે જેમાં ખૂબ ઉંચા વ્યાજે લોકોને રૂપિયા આપવામાં આવે છે અને જે બાદ હેરાન કરવામાં આવે છે. જેને લઈને પોલીસે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. શહેરના 7 ડીસીપીને નોડલ અધિકારીઓ બનાવામાં આવ્યા છે. અને ભોગ બનનાર નાગરિકો ઝોન ડીસીપીને સીધા જ મળી શકશે અને તેઓને ઝડપથી ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ચાઈનીઝ દોરી વેચાણ કરનાર પર કાર્યવાહી: ઉતરાયણના તહેવારને લઈને શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીને લઈને કરવામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધને લઈને જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અને તેને લઈને ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચાણ કરનાર પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:સંસ્કારીનગરીમાં વધી ગુનાખોરી, ચાઈનીઝ દોરીના વેપારીની પોલીસે કરી ધરપકડ
170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના કેસ: ચાઈનીઝ દોરીથી વાહન ચાલકો અને પશુ પક્ષીઓના જીવને નુકશાન થાય છે, જેથી અમદાવાદ શહેરમાં આવા બનાવ ન બને તેને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી છે. અમદાવાદમાં ચાલુ વર્ષે 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના કેસ કરવામાં આવ્યા છે. કોઈ નાગરિક અથવા તો સામાજિક સંસ્થા દ્વારા બાતમી આપવામાં આવે તો રેડ કરવામાં આવે છે અને આવા બનાવ બનતા અટકાવવા માટે પોલીસ કમિશ્નર દ્વારા ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઓનલાઈન ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે, તો તેને લઇને પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતે શહેર સાયબર ક્રાઇમ દ્વારા ખાસ વોચ પણ રાખવામા આવી રહી છે.