ગુજરાત

gujarat

By

Published : Apr 20, 2021, 3:18 PM IST

Updated : Apr 20, 2021, 3:24 PM IST

ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એનાઉન્સમેન્ટ બાદ પરિજનો મેળવી શકશે મૃતદેહ

દેશભરમાં તથા ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. દિવસેને દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. બીજી તરફ મૃત્યુના આંકડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બહાર ડેડબોડી વિભાગ પાસે પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થયા છે. જેથી બોડી આપવા માટે હવે દર્દીનું નામ એનાઉન્સમેન્ટ કરવામાં આવે ત્યારબાદ જ તે પરિવારને નજીક બોલાવવામાં આવી રહ્યો છે.

ડેડ બોડી વિભાગ પાસે મૂકવામાં આવ્યું સ્પીકર
ડેડ બોડી વિભાગ પાસે મૂકવામાં આવ્યું સ્પીકર

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી વિભાગ પાસે સ્પીકર મૂકાયું
  • મૃતક દર્દીનું નામ એનાઉન્સમેન્ટ થયા પછી જ પરિવારને નજીક બોલાવાય
  • હોસ્પિટલમાં તંત્ર દ્વારા યલો પાસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી વિભાગ પાસે સ્પીકર મૂકવામાં આવ્યું છે. પરિવારજનોની ભીડને ધ્યાને રાખીને હવે મૃતક દર્દીનું નામ એનાઉન્સમેન્ટ થયા પછી જ પરિવારને નજીક બોલાવવામાં આવશે.

કોરોનાના કેસમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો

રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. દિવસે-દિવસે કોરોના વાઇરસના કેસમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકોની ડેડબોડી લેવા માટે પરિવારજનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. જેના કારણે અનેક વખત હોસ્પિટલ તંત્ર અને મૃતક પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. તંત્ર દ્વારા હવે ડેડબોડી આપવા માટે સ્પીકરમાંથી એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જે તે દર્દીના પરિવારજનોને ડેડબોડી વિભાગ નજીક બોલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી સર્જાયા દર્દનાક દ્રશ્યો, 108ની દૂર સુધી જોવા મળી લાઈનો

સામાન્ય લોકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળ્યો

અમદાવાદ સિવિલમાં બારસો બેડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજના મોતના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. સામાન્ય લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિવિલમાં ડેડ બોડી લેવા માટે પરિવારજનોની મોટી ભીડ જોવા મળી રહી છે. કલાકો સુધી લોકોને રાહ જોવી પડે છે. મૃતકોની સંખ્યા વધુ હોવાને કારણે સરકારી ઉપરાંત હવે પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી હોસ્પિટલ તંત્ર અને મૃતકના પરિવારજનો વચ્ચે કોઈપણ પ્રકારનું સંઘર્ષ ન સર્જાય તેવા હેતુસર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એક એમ્બ્યુલન્સ ગયા પછી તરત જ બીજી એમ્બ્યુલન્સ લાગી જાય

મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના આંકડામાં સતત વધારો થતાં એક તરફ રાજ્યમાં ચિંતા જોવા મળી રહી છે. ક્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડની હોસ્પિટલમાં ડેડ બોડી વિભાગમાં મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો અને અન્ય લોકો ઉપસ્થિત હોય છે. એક એમ્બ્યુલન્સ ગયા પછી તરત જ બીજી એમ્બ્યુલન્સ લાગી જતી હોય છે. મૃતકોની સંખ્યા વધુ હોવાના કારણે સરકારી ઉપરાંત હવે પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. હોસ્પિટલ અને મૃતકના પરિવારજનો વચ્ચે અનેક વખત સંઘર્ષ સર્જાયા છે. જેથી હવે તે સંઘર્ષ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત

ડેડ બોડી વિભાગ બહાર પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો

ડેડ બોડી વિભાગ બહાર પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને લેવા આવેલા પરિવાર અને અન્ય લોકો ડેડ બોડી વિભાગમાં અંદર જાય નહિ તે માટે ગેટ પર મૃતદેહ બહાર નીકળ્યા પછી તરત જ લોક મારી દેવામાં આવે છે. પરિવારજનો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જેથી તેને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્તને બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા છે. મૃતકના સ્વજનો માટે રાહ જોઈ શકે તે માટે થઈ મંડપ બાંધવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દર્દીના પરિવારજનોને શરૂઆતમાં જ એક યલ્લો પાસા આપાય

પરિવારજનો અને હોસ્પિટલમાં તંત્ર દ્વારા યલો પાસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલા દર્દીના પરિવારજનોને શરૂઆતમાં જ એક યલ્લો પાસા આપવામાં આવતો હોય છે. જે પાસના આધારે પરિવારજનોના સભ્યોને ડેડ બોડી વિભાગમાં બોલાવવામાં આવે છે. ત્યારબાદ મૃતક દર્દીના વેરીફીકેશન કરી ત્યારબાદ હોસ્પિટલ તંત્રની કેટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તે મૃતકની બોડી પરિવારજનોને આપવામાં આવી રહી છે. જો કે, હોસ્પિટલની બહાર પરિવારજનોની સંખ્યા વધી જાય ત્યારે એનાઉન્સમેન્ટ કરી મૃતકના પરિવારજનને બોલાવવામાં આવી રહ્યા છે.

Last Updated : Apr 20, 2021, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details