અમદાવાદઃ 20 વર્ષ પહેલાં અમદાવાદ સ્થિત કલાકાર નમ્રતા શોધનs વિનામૂલ્યે સંગીત વહેંચવાનું શરુ કર્યું હતું. છેલ્લાx એક દાયકામાં આ યાત્રા સારેગમ સારવારના અભિયાનમાં ફેરવાઈ ગઈ છે ફાઉન્ડેશનના બેનર હેઠળ થતી વિવિધ પ્રવૃત્તિઓના કારણે ઘણા વધારે દર્દીઓને મદદરૂપ થઈ શક્યા છે દર વર્ષે સંસ્થા કેટલાક કાર્યક્રમો કરે છે અને સમાજમાં દાનનો મહિમા વધે તે સાથે દાન વિશેની જાગૃતિ વધે અને યોગ્ય રીતે દાનનો ઉપયોગ થાય તેવી સમજણનું પ્રચાર કરે છે.
સ્પર્શ ફાઉન્ડેશનનો આનંદની સફર કરાવતો શબ્દસેતુ કાર્યક્રમ - ETVBharat
રવિવારે સ્પર્શ ફાઉન્ડેશન અમદાવાદના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રૂપે સેવાની કેડીએ આનંદની સફર અને સંતોષની સુભાષ શીર્ષક હેઠળ બે દાયકાની સંગીત સફરનો કાર્યક્રમ શબ્દસેતુ રાખવામાં આવ્યો હતો. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ કેન્સરના દર્દીઓ હાજર રહ્યાં હતાં અને તેમણે પોતાની લાઈફ વિશેની વાતો લોકો સાથે શેર કરી હતી.
સ્પર્શ ફાઉન્ડેશનનો આનંદની સફર કરાવતો શબ્દસેતુ કાર્યક્રમ
આ કાર્યક્રમમાં કિડનીના દર્દીઓ આવ્યા હતા જેઓ હજી પણ ડાયાલિસિસ પર છે અને આ સંસ્થા દ્વારા તેમને આર્થિક સહાય મળી રહે છે એ વિશેની વાતો તેમણે બીજા લોકોની સમક્ષ મૂકી હતી.