અમદાવાદ: બાપુનગરમાં સંબંધોને કંલકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર પાસે 47 વર્ષીય વિનોદ પરમારના નામના વ્યક્તિએ પોતાની વૃદ્ધ માતાને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસને થતા બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અને મૃતક જીવી બહેન પરમારના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી બીજી તરફ વિનોદ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
Ahmedabad Crime: બાપુનગરમાં માતાની બોથડ પદાર્થ મારી પુત્રે કરી હત્યા, બાદમાં પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ - અમદાવાદ ક્રાઈમ
બાપુનગરમાં માતાની બોથડ પદાર્થ મારી પુત્રે કરી હત્યા કરી નાંખી હતી. બાદમાં પોતે પણ આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. મકાન પોતાના નામે કરી દેવાની વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે.
"માતા સાથે ઝઘડો થતાં પુત્રએ માતાને બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી હતી. બાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં હત્યા કરનાર યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેની સારવાર પૂર્ણ થયા બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે"-- -એસ.એન પટેલ, પીઆઈ (બાપુનગર પોલીસ સ્ટેશન)
દીકરો દારુ પીને આવ્યો: અમદાવાદ બાપુનગરમાં શાસ્ત્રીનગરમાં વૃદ્ધા અને તેનો દીકરો સાથે રહેતા હતા. માતા છુટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. સાંજે વૃદ્ધાનો દીકરો દારુ પીને આવ્યો હતો અને તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. મકાન પોતાના નામે કરી દેવાની વાતને લઈને બંને મા-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વિનોદ પરમારે તેની માતા જીવી બેનને બોથડ પદાર્થ લઈને મારી દેટા વૃદ્ધ માતાનું કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં આરોપી વિનોદ પરમારે ઘરમાં આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે બાપુનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Ahmedabad Weapon Racket : હથિયારોની લે-વેચનું મોટું રેકેટ ઝડપાયું, આતંકી પ્રવૃત્તિ અંગે તપાસ શરૂ...
- Kutch News : સતત બીજા દિવસે જખૌ દરિયાકાંઠે ઝડપાયો કેફી દ્રવ્યોનો જથ્થો, બીએસએફનું સર્ચ ઓપરેશન સફળ
- Ahmedabad Crime: હીરાવાડી પાસે હોટલમાં યુવતીએ કરી યુવકની હત્યા, પાંચ વર્ષથી લગ્ન કર્યા વિના રહેતા હતા સાથે